મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજી વપરાશના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિગમ સુધી લઇ જવાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના સંજોગોમાં સોશિયલ મીડિયામાં કિંમતી સમય વેડફતા બાળકોને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરી રમત-ગમત પ્રવૃતિઓ સાથે અન્ય રચનાત્મક પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા ખુબ જરૂરી છે.
જે અન્વયે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા યુવા વિકાસ અધિકારી કચેરી તાપીના સંયુકત ઉપક્રમે “રક્ષાબંધન” વિષય પર રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “રક્ષાબંધન” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૩/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીને બ્લોક નં-૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારાને મોકલવાની રહેશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/- દ્રિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- આશ્વાસન ઇનામો આપવામાં આવશે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500